આ મામલે રાજ્ય સરકારે બનાવેલી તપાસ સમિતિના અહેવાલ બાદ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જોકે આજે મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેમની ફરિયાદ કોઈ સાંભળતું નથી. મહિલા દિલ્હીથી ગાંધીનગરની મુલાકાતે આવી છે અને તે મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગરના એસ.પી.ને મળવા માંગે છે.
એબીપી અસ્મિતાની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું હતું કે, હું મારી દીકરીના હક્ક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને હું તેની સાબિતી માટે DNA ટેસ્ટ માટે પણ તૈયાર છું.
પીડિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેની મને જાણ નહોતી. હું મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગરના SPને મળીને રજૂઆત કરવા માંગુ છું. જ્યાં સુધી મારી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં. મારી દીકરીને તેના તમામ હક્કો મળવા જોઈએ અને તેના માટે મારી રજૂઆત છે.
વધુમાં તેણે કહ્યું હતું કે, હું મહિલા આયોગ અને ગૌરવ દહિયાની તપાસ કરનાર સમિતિને પણ મળવા માંગુ છું. આ તમામ લોકોને મળીને હું રજૂઆત કરીશ. જોકે, પીડિતાએ જણાવ્યું હતું કે, તેમને મળવા માટે કોઈએ સમય આપ્યો નથી.