એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ડેઝી શાહએ જણાવ્યુ કે, મેં મસ્તી મજાકમાં જ શૂટિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. મારા મિત્રોએ મને પ્રોત્સાહિત કરી અને હું નેચરલ શૂટિંગ કરવા લાગી. મને લાગે છે કે હવે મને આમાં વધુ આગળ વધવુ જોઇએ.
મે નેશનલ લેવલ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો પણ જીતી શકી ન હતી. કેમકે બીજા સ્પર્ધકોએ મારાથી સારો સ્કૉર કર્યો હતો. તેમનો હાઇ સ્કૉર 600માંથી 580 અને 597 હતો અને મારો 497. જે બહુજ ખરાબ છે, હવે મારી પાસે લાયસન્સ છે.
તેને વધુમાં કહ્યું કે, ઓગસ્ટમાં યોજાનારી પૉઇન્ટ 22 રાયફલ શૂટિંગ કૉમ્પિટિશનમાં હું ટ્રેનિંગ લઇ રહી છુ. હું દરરોજ 2 કલાક પ્રેક્ટિસ કરુ છુ.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ ડેઝી શાહ એક પ્રૉફેશનલ કૉરિયોગ્રાફર છે, વળી ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરી ચૂકી છે. જય હો અને રેસ 3માં ડેઝી શાહ સલમાન ખાન સાથે પણ કામ કરી ચૂકી છે.