વર્લ્ડકપમાંથી ટીમ ઇન્ડિયા ફેંકાઈ ગયા બાદ રોહિતે પ્રથમ વખત દુઃખ વ્યક્ત કર્યું છે. રોહિત શર્માએ ટ્વિટ કરીને લખ્યું, “એક ટીમ તરીકે મહત્વના સમયે અમે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. 30 મિનિટની ખરાબ રમતે કપ જીતવાની આશા પર પાણી ફેરવી દીધું. મારું હૈયું ભરાઈ આવ્યું છે અને તમારી પણ એ જ સ્થિતિ હશે. ઘરથી દૂર તમે ખૂબ સપોર્ટ કર્યો. ઈંગ્લેન્ડમાં અમે જ્યાં પણ રમ્યા ત્યાં સ્ટેડિયમને બ્લૂ રંગમાં રંગવા બદલ આભાર.”
જણાવી દઈએ કે, બુધવારે મેચ હાર્યા બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 45 મિનિટની ખરાબ રમત ટીમ માટે ઘાતક સાબિત થઈ. અને ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ. સાથે જ વિરાટે ટીમના ખેલાડીઓનો બચાવ પણ કર્યો હતો.