મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દર્શકોને પકડી રાખવા માટે શોના મેકર્સ કંઈક નવું નવું કરતા રહે છે. થોડા દિવસોથી ચર્ચા ચાલતી આવી છે કે નવરાત્રીમાં દયાભાભી એન્ટ્રી થશે પરંતુ દિશા વાકાણી શોમાં જોવા મળી નહીં. ત્યાર બાદ તેની એક નાનકડી ઝલક જોવા મળી અને ટીઆરપીમાં સીધો શો નંબર વન પર થઈ ગયો હતો. પરંતુ હવે દિશા વાકાણીને લઈ એક નવા જ સમાચાર સામે આવ્યા છે.

દિશા વાકાણીના બધાં પ્રોમ્લેમ સોલ્વ થઈ ગયા હતાં પરંતુ હજુ એક વાંધો છે જેના કારણે તે પરત ફરશે નહીં અથવા તો નિર્ણય લેવામાં મુંજાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિશા વાકાણી પોતે નક્કી કરી નથી શકતી કે તે લાંબા સમય માટે શૂટિંગ કરે કે પછી પરિવાર અને દીકરીને સમય આપે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શોના મેકર્સે દિશા વાકાણી પાસેથી છેલ્લો જવાબ માગ્યો છે કે તે રેગ્યુલર શૂટિંગ કરી શકશે કે કેમ. અગાઉ એવા પણ અહેવાલો હતા કે, મેકર્સે દિશા માટે એવી યોજના બનાવી હતી કે રોજના ત્રણ કલાક શૂટ કરશે અને તેની દીકરીને સાચવવા માટે સેટ પર વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, હજુ સુધી કંઈ પણ ફાઈનલ થયું નથી.

થોડા દિવસ પહેલા શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, દિશા વાકાણીએ હાલ નાનાકડો સીન શૂટ કર્યો છે. અમને આશા છે કે તે જલદી જ ફુલટાઈમ શૂટિંગ કરશે. હવે જોવાનું એ રહ્યું કે દિશા પાછી આવે છે કે નથી આવતી.