મુંબઈ: બાહુબલી ફેમ સુપરસ્ટાર પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની ડેટિંગની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ બન્નેની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી લાજવાબ છે. એવામાં ફેન્સ પણ બન્નેને સાથે જોવા માંગે છે. થોડાક મહીના પહેલા પ્રભાસ અને અનુષ્કાના લગ્નના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે હવે આ તમામ ખબરોને લઈ પ્રભાસે પ્રતિક્રિયા આપી છે.
પ્રભાસે આ તમામ ખબરોને અફવા ગણાવી છે. તેમણે કહ્યું, અફવાઓ માત્ર એટલા માટે હોય છે કે તે ઉડી શકે. થોડા મહિના પહિલા આ વસ્તુ બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી શરૂ થઈ ગઈ છે. અનુષ્કા અને હું છેલ્લા 11 વર્ષથી સારા દોસ્ત છે. જો અમારી વચ્ચે કંઈક હોત તો અમે શા માટે છુપાવતા.
પ્રભાસે વધુમાં કહ્યું, મને લાગે છે કે જ્યાં સુધી અમારા બન્નેમાંથી કોઈ એકના લગ્ન નહીં થઈ જાય. ત્યાં સુધી આ અફવાઓ નહીં રોકાઈ. અનુષ્કા ખૂબસૂરત યુવતીમાંથી એક છે. તેણે દેવસેનાની ભુમિકા નિભાવી છે. દર્શકોએ બાહુબલી અને તેને એક જોડી તરીકે નિહાળી છે. તેથી મને નથી ખબર કે આ અફવાઓને કોઈ રીતે રોકવી.
અનુષ્કા શેટ્ટી સાથેના રિલેશન પર પ્રભાસે તોડ્યું મૌન, કહ્યું જ્યાં સુધી અમારા......
abpasmita.in
Updated at:
27 Oct 2019 10:01 AM (IST)
છેલ્લા ઘણા સમયથી અનુષ્કા સાથે પ્રભાસની ડેટિંગની ખબરો ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે પ્રભાસે મૌન તોડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -