દીપિકાને મળ્યું વિમ્બલડનનું આમંત્રણ પરંતુ કાર્ડમાં થઈ ગઈ મોટી ભૂલ? જાણો શું થઈ ભૂલ
abpasmita.in | 15 Jul 2019 11:35 AM (IST)
દીપિકા પાદુકોણેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના ઈન્વિટેશન કાર્ડ પર Mrs Deepika Padukone લખેલું હોવું જોઈતું હતું. સોશિયલ મીડિયા યૂઝર્સે આ મુદ્દાને જ પકડી પાડ્યો છે અને તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેની બહેન અનીશાને વિમ્બલડન ટેનિસ ચેમ્પિયનશિપ જોવા માટે આમંત્રણ મળ્યું છે. દીપિકાએ ઈન્વિટેશન કાર્ડની તસવીર પોતાના પેજ પર શેર કરી છે જોકે સોશિયલ મીડિયા યૂઝર્સે કાર્ડ જોઈને તેના વખાણ કરવાને બદલે એક અલગ જ મુદ્દો પકડી પાડ્યો હતો અને ચર્ચા એક અલગ દિશામાં શરૂ થઈ ગઈ હતી. હકીકતમાં ઈન્વિટેશન કાર્ડ પર Ms Deepika Padukone લખ્યું હતું. દીપિકા પાદુકોણેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના ઈન્વિટેશન કાર્ડ પર Mrs Deepika Padukone લખેલું હોવું જોઈતું હતું. સોશિયલ મીડિયા યૂઝર્સે આ મુદ્દાને જ પકડી પાડ્યો છે અને તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. એક યૂઝરે લખ્યું હતું કે, કોઈએ ધ્યાન આપ્યું કે નહીં - કાર્ડ પર મિસ લખ્યું છે, જ્યારે કે તે મિસીસ થઈ ચૂકી છે. એ જ રીતે બધાં યૂઝર્સે તે તરફ દીપિકાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો કે, કાર્ડ પર મિસિસને બદલે મિસ લખાયું છે. જોકે દીપિકાએ કોઈ પણ કોમેન્ટનો જવાબ હજુ સુધી આપ્યો નથી. પરંતુ આ નાની એવી બાબતને કારણે દીપિકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.