ઈંગ્લેન્ડે ખૂબ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડને પછાડીને પહેલીવાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 જીત્યો છે. સુપર ઓવર સુધી ચાલેલા મુકાબલમાં પણ બંને ટીમો બરાબર રહી પરંતુ ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં વધુ ફોર-સિક્સર મારી અને એવામાં નિર્ણય તેમના પક્ષમાં ગયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 241 રનનો સ્કોર કર્યો હતો જોકે તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી.

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ટાઈ પડતાં સુપર ઓવર આવી હતી. જેમાં ઈંગ્લેન્ડે પહેલી સુપર ઓવર રમી હતી જેમાં 15 રન ફટકાર્યા હતા ત્યા બાદ નયુઝીલેન્ડની ટીમે સુપર ઓવર રમી હતી જેમાં તે ટીમે પણ 15 રન જ ફટકાર્યા હતા. બન્ને ટીમો વચ્ચે રમાયેલી સુપર ઓવરમાં પણ ટાઈ પડી હતી.

સુપર ઓવરમાં ટાઈ પડતાં સુપર ઓવરમાં જે ટીમે વધારે બાઉન્ડ્રી મારી હોય તે ટીમનો વિજય એવો નિયમ નક્કી કરવામાં આવ્યો હતો જે જોતાં ઈંગ્લેન્ડની ટીમ વિજેતા થઈ હતી. વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડનો પરાજય થતાં ટીમના ઘણાં ખેલાડીઓ રડી પડ્યા હતાં. જેની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી.

ન્યુઝીલેન્ડની હાર થતાં આખી ટીમ નિરાશ જોવા મળી રહી હતી જેમાં સુપર ઓવરમાં બેટિંગમાં ઉતરેલા ગુપ્ટિલ પરાજય થતાં બહુ જ નિરાશ જોવા મળ્યાં હતાં. તે દરમિયાન ગુપ્ટિલ ગ્રાઉન્ડમાં જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો

ત્યારે ન્યુઝીલેન્ડનો ખેલાડી લેથમ તેને શાંત પાડી રહ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, ઈંગ્લેન્ડનો ખેલાડી વોક્સ પણ ગુપ્ટિલને શાંત પાડવા આવ્યો હતો. આ તસવીર બધાંનું દિલ જીતી લીધું હતું.