મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, હવે દીપિકાએ પોતાના સ્કૂલના દિવસો યાદ કરીને તસવીરો શેર કરી છે જે તેની સ્કૂલનુ રિપોર્ટ કાર્ડ છે. આના પરથી જાણી શકાય કે દીપિકા પાદુકોણ સ્કૂલના દિવસોમાં કેવી હતી, તેનુ વર્તન કેવુ હતું. આના પર તેના પતિ રણવીર સિંહે પણ એક ક્યૂટ કૉમેન્ટ કરી છે.

દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે, જે રિપોર્ટ કાર્ડ છે. રિમાર્ક્સમાં લખ્યુ છે કે, -દીપિકા બહુજ વાતોડિયન છે, દીપિકા તોફાની છે અને આદેશોનુ પાલન નથી કરતી, દિવસોમાં પણ સપના જોતી રહે છે.






દીપિકાના આ રિમાર્ક્સ પર રણવીર સિંહે કૉમેન્ટ કરી છે. હાં, ટીચર દીપિકાને આદેશોનું પાલન કરવાનુ શીખવુ જોઇએ.



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ દીપિકા મેઘના ગુલજારની ફિલ્મ છપાકમાં જોવા મળશે. ફિલ્મનુ શૂટિંગ પુરુ થઇ ગયુ છે.