અમદાવાદ: હાલ ગુજરાતના અનેક વિસ્તારો પર લો-પ્રેશર સર્જાયેલું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેને લઈને ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાતની અનેક નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

એક જ રાતમાં ઉત્તર ગુજરાતના સતલાસણા, ભાભર, હિંમતનગર અને ભિલોડામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજયનગરમાં 7 ઈંચ, વિજાપુરમાં 6 ઈંચ, ઈડર, રાધનપુર, કાંકરેજ અને દીયોદરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

પ્રાંતિજ, સિદ્ધપુર, દાંતા, હારીજ અને શંખેશ્વરમાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાટણ, ડીસા, ધનસુરા, બહુચરાજી, વડગામ, વિસનગર, સુઈગામ, વડાલી, પાલનપુર, અને ખેડબ્રહ્મામાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓમાં આભ ફાટ્યું હતું. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદે તોફાની બેટિંગ કરી હતી. જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

ભિલોડામાં એક જ રાતમાં 7 ઈંચ તોફાની વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ભારે પવન સાથે વરસાદ પડતાં સોસાયટીમાં પાણી ફરી વળ્યાં હતાં. ઉપરવાસ અને એક જ રાતમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં હાથનદીમાં ઘોડાપુર આવ્યું હતું. ભારે વરસાદને કારણે હાથમતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.