બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ અભિનય, નિર્માત્રી તેમજ જાહેરાતની સાથે સાથે અન્ય વ્યવસાયોમાં પણ પોતાની આવકનું રોકાણ કરી રહી છે. દીપિકા પાદુકોણ ટેક્સી વ્યવસાયમાં મોટા સ્તર પર આવી ગઈ છે.
દીપિકા પાદુકોણે ભારતમાં કેબ સેવા ૩ મિલિયન ડોલર એટલે કે રૂપિયા 21 કરોડ 34 લાખનું રોકાણ કર્યું છે. આમાં ફક્ત ઈલેકટ્રિક વાહન (ઇવી) જ સામેલ થશે. હવે તેને વધારીને તે રૂપિયા પાંચ મિલિયન ડોલર કરવાની છે.
આ ટેક્સી ઈલેક્ટ્રીકથી ચાલતી હોવાથી પ્રદૂષણ ફેલાવતી નથી. મહિલાઓને આવકનું સાધન મળે તે માટે આ ટેક્સીમાં મહિલા ડ્રાઈવરોને પણ રાખવામાં આવી છે. દીપિકા હવે ત્રણ મિલિયન ડોલરના રોકાણને પાંચ મિલિયન ડોલર સુધી લઈ જવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, 2014માં દીપિકાએ પિતા પ્રકાશ પાદુકોણ સાથે મળીને એક કંપનીની શરૂઆત કરી છે. આ ઉપરાંત તેણે ડ્રગ્સ ફૂડ અને સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટ અપ બેલાટ્રિકસ એરોસ્પેસમાં પણ રોકાણ કર્યું છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે કયા બિઝનેસમાં 21 કરોડ રૂપિયાનું કર્યું રોકાણ? જાણો વિગત
abpasmita.in
Updated at:
25 Dec 2019 02:04 PM (IST)
આ ટેક્સી ઈલેક્ટ્રીકથી ચાલતી હોવાથી પ્રદૂષણ ફેલાવતી નથી. મહિલાઓને આવકનું સાધન મળે તે માટે આ ટેક્સીમાં મહિલા ડ્રાઈવરોને પણ રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -