નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનની જન્મ જયંતિના પ્રસંગે આજે આખા દેશમાં વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે.

રાજધાની દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજઘાટ સ્થિત અટલ સ્મારક પહોંચીને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ભજન સમ્રાટ અનૂપ જલોટાએ ભજન ગાઇને અટલજીને યાદ કર્યા.

સદૈવ અટલ સ્મારકમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને તમામ સાંસદ હાજર રહ્યાં હતા.

આ પહેલા પીએમ મોદીએ એક વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યુ - ‘દેશવાસીઓના દિલોમાં વસેલા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મ જયંતિ પર કોટિ-કોટિ નમન.’