જણાવીએ કે, રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં હાઈ પ્રોફાઈલ લોકોની સુરક્ષા સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં સચિનની સુરક્ષા હટાવવામાં આવી છે. જ્યારે ઉદ્ધવની સુરક્ષા અપગ્રેડ કરવામાં આવી છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં પોલીસ અધિકારીએ કહ્યું કે, સચિનને એક્સ કેટેગરીની સુરક્ષા મળતી હતી. તે અંતર્ગત એક પોલીસ કોન્સ્ટેબલ ચોવીસ કલાક તેની સાથે રહેતા હતા. હવે આ સુરક્ષા પરત લેવામાં આવી છે.
આઈપીએસ અધિકારે દાવો કર્યો છે કે, સચિનને પોલીસ એસ્કોટની સુવિધા આપી શકાય છે. અધિકારીએ કહ્યું કે, ઉપરાંત અનેક અન્ય નેતાઓની પણ સુરક્ષા ઘટાડવામાં આવી છે. ભાજપ નેતા એકનાથ ખડસેને વાઈ કેટેગરીની સુરક્ષાની સાથે પોલીસ એસ્કોટની પણ સુવિધા મળતી હતી. હવે એક્સોટની સુવિધા હટાવામાં આવી છે.
ઉપરાંત યૂપીના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકને અત્યાર સુધી ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવતી હતી. તેને ઘટાડતા હવે તેને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. વકીલ ઉજ્જવ નિકમની પણ ઝેડ પ્લસ સુરક્ષા હટાવતા તેમને એસ્કોટની સાથે વાઈ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
બીજી બાજુ, સમાજસેવી અન્ના હઝારેની સુરક્ષાને સરકારે અપગ્રેડ કરી છે. અન્ના હઝારાને અત્યાર સુધી વાઈ કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી જે હવે અપગ્રેડ કરીને ઝેડ કેટેગરી કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, સમિતિએ 97 લોકોને આપવામાં આવેલ સુરક્ષાની સમીક્ષા કરી હતી. તે અંતર્ગત 29 લોકોની સુરક્ષામાં ઘટાડો કે વધારો કરવામાં આવ્યો છે.