મુંબઈ: પોપ્યુલર શો ‘કસૌટી જિંદગી કી-2’માં પ્રેરણાનો રોલ કરનારી એરિકા ફર્નાન્ડિસ હાલમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં મીડિયા સાથે વાત કરતાં કેમેરાની સામે જ ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
એરિકા સફેદ કલરના સેરેટોરિયલ ડ્રેસમાં પહોંચી હતી. જ્યાં રેડ કાર્પેટ પર પોઝ આપતી વખતે આઉટફિટે અભિનેત્રીને દગો આપ્યો હતો. મીડિયાની સામે એરિકાને આવી સ્થિતિમાં જોતાં ‘કસૌટી જિંદગી કી 2’ની કો સ્ટાર પૂજા બેનર્જી અને શુભાવી ચોક્સે ફટાફટ તેની પાસે પહોંચી ગઈ હતી અને ડ્રેસ સંભાળવામાં તેની મદદ કરી હતી.
જોકે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. ત્યાર બાદ એરિકાએ ડ્રેસ સરખો કરીને કેમેરા સામે પોઝ આપ્યા હતા અને મીડિયાના તમામ સવાલના જવાબ આપ્યા હતાં. જેને લઈને એરિકાની પ્રશંસા થઈ રહી છે. ‘કસૌટી જિંદગી કી 2’માં લીડ રોલમાં જોવા મળી રહેલી એરિકાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દીલમાં જગ્યા બનાવવામાં સફળ થઈ છે.