અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘તે એટલી દુર્ભાગ્યશાળી છે કે, તે જે પણ કરે છે, તેને ભારત અથવા પાકિસ્તાન તરફથી બિનજરૂરી ટીકાઓ સહન કરવી પડે છે. જો પાકિસ્તાન મેચ હારે તો પણ તેને ટાર્ગેટ કરવામાં આવે છે કેમ કે, તેનો પતિ પાકિસ્તાન માટે રમે છે.’
પતિ શોએબ, પાક ખેલાડીઓ વહાબ રિયાઝ અને ઈમામ ઉલ હક સાથે ડિનરની મજા માણતો વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા બાદ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે સાનિયાને ટ્રૉલ કરી હતી. પાકિસ્તાની ટીમ રવિવારે વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી મેચમાં ભારત સામે 89 રનથી હાર ગઈ હતી.
અખ્તરે સવાલ પૂછ્યો કે, ‘તે તેના પતિ સાથે ડિનર કરવા ગઈ તો શું તેણે કોઈ ગુનો કર્યો?’ આ વિવાદ બાદ શોએબ મલિકે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી લોકોને અપીલ કરી તેઓ તેના પરિવારને ટાર્ગેટ ન કરે.