Uorfi Javed Harassed: ઉર્ફી જાવેદ આમ તો પોતાના લૂક અને સ્ટાઇલને લઇને લાઇમલાઇટમાં છવાયેલી રહે છે, પરંતુ આ વખતે તેની સાથે કંઇક એવું થઇ ગયુ છે, જેને બધાને ચોંકાવી દીધા છે. ખરેખરમાં, ઉર્ફી જાવેદ મુંબઈથી ગોવા જઈ રહી હતી, આ દરમિયાન છોકરાઓના એક ગૃપે ફ્લાઈટમાં તેની સાથે અશ્લીલ હરકતો કરી અને ગેરવર્તન કર્યું. ઉર્ફીએ પોતે આ ઘટનાની માહિતી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. ઉર્ફીએ જણાવ્યું કે જ્યારે તેની સાથે આ બધું થયું ત્યારે છોકરાઓ નશામાં ધૂત હતા અને ઉર્ફી ઈકૉનોમી ક્લાસમાં મુસાફરી કરી રહી હતી. ઉર્ફી જાવેદનું કહેવુ છે કે, તે પબ્લિક ફિગર છે, તેનો અર્થ એ નથી કે તે પલ્બિક પ્રૉપર્ટી છે.


ફ્લાઇટમાં ઉર્ફીએ માટે કરવામાં આવી કૉમેન્ટ્સ  - 
ઉર્ફી જાવેદ 20 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, તે વેકેશન એન્જૉય કરવા ગોવા જઈ રહી હતી. આ દરમિયાન તે પૈપરાજીના કેમેરામાં પણ જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફીએ તેના વાળનો રંગ ગુલાબી રાખ્યો હતો. જ્યારે ઉર્ફી ફ્લાઈટમાં પહોંચી ત્યારે છોકરાઓના એક ગૃપે તેને ઓળખી લીધી અને તેની સાથે અડપલાં અને અશ્લીલ હરકતો સાથે કૉમેન્ટો કરવાનું શરૂ કરી દીધુ હતુ. તેઓએ તેનું નામ મોટેથી બૂમો પાડીને લીધુ.




ઉર્ફી જાવેદે શેર કર્યો વીડિયો - 
ઉર્ફી જાવેદે ઈન્સ્ટા સ્ટૉરી પર એક વીડિયો શેર કર્યો છે. આમાં કેટલાક છોકરાઓ દેખાય છે. ઉર્ફીએ વીડિયો સાથે લખ્યું છે કે, 'ગઈકાલે જ્યારે હું મુંબઈથી ગોવા જઈ રહી હતી, ત્યારે મને શોષણનો સામનો કરવો પડ્યો હતો. વીડિયોમાં આ છોકરાઓ ગંદી વાતો કરી રહ્યા હતા અને મારી છેડતી કરી રહ્યા હતા. તે મારું નામ લેતા હતા. જ્યારે મેં તેમને અટકાવ્યા ત્યારે તેમાંથી એકે કહ્યું કે તેના મિત્રો નશામાં હતા. નશામાં હોવું એ સ્ત્રી સાથે દૂર્વ્યવહાર કરવાનું કોઈ બહાનું નથી. હું પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નથી.