PICS: નોટબંધી અંગે PM મોદીને ટ્વિટર પર સવાલ કરતા ટ્રોલ થઈ મિની માથુર
મિની માથુરે ટ્વિટર પર લખ્યું કે, ડિયર પ્રાઈમ મિનિસ્ટર કોઈ પણ વસ્તુ ખરીદવા માટે કોઈની પાસે કેશ નથી. પ્લાન શું છે? આ સવાલ બાદ પીએમ મોદીના સમર્થકોએ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરી હતી.
એક યૂઝરે લખ્યું કે, કાળાધન રાખનારાઓનું સમર્થન કરીને તમે પણ ગુલ પનાગની જેમ આમ આદમી પાર્ટીની ટિકિટ લેવા માગો છો? ચલો આનો શો બોયકોટ કરીએ. મિની માથુરે તેનો જવાબ આપતા લખ્યું કે હા, પ્લીઝ મારા શોને બોયકોટ કરો, આમ થવાથી હું બરબાદ થઈ જઈશ.
આ પછી મિની માથુરે લખ્યું કે, સરકારને સવાલ કરવાને લોકો એંટી બીજેપી સમજી બેસે છે. અને ટીકાને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું સમર્થન સમજી બેસે છે. આ હાસ્યાસ્પદ છે. મૂરખાઓ હું દેશ સાથે છું.
એક યુઝરે લખ્યું કે આજકાલ ટ્રેંડ છે કે તમે કોઈ પણ મુદ્દો ઉઠાવીને તેની સાથે પીએમનું નામ જોડી દો. અને પછી તમે લાઈમલાઈટમાં આવી જશો. તમે મોઢુ બંધ રાખો તો દેશનું સારું થશે. મિની માથુરે આનો જવાબ આપતા કહ્યું કે અચ્છા, મને બીજા ટ્રેંડ વિષે જણાવો પ્લીઝ
એક યુઝરે લખ્યું કે તમારા હસબંડનું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વાપરો, શું તમે બ્લેક મનીમાંથી તમારું ઘર ચલાવો છો? મિની માથુરે વ્યંગ કરતો રિપ્લાય આપ્યો કે, સરપ્રાઈઝ, સરપ્રાઈઝ. હવે મહિલાઓ કામ કરી રહી છે અને અમારી પાસે અમારા કાર્ડ છે.
500 અને 1000 રૂપિયાના નોટ બંધ થયા બાદ આખા દેશમાં અફરા-તફરીનો માહોલ છે. એક તરફ અમુક લોકો આ નિર્ણયના લોકો વખાણ કરી રહ્યા છે તો બીજી બાજુ આ પગલાની આલોચના પણ થઈ રહી છે. બોલીવુડ સ્ટાર્સ આ નિર્ણયથી હેરાન છે. ગઈ કાલે એક્ટ્રેસ અને હોસ્ટ મિની માથુરે ટ્વિટર પર પીએમ મોદીને સવાલ કર્યો જે પછી તેને ટ્રોલ કરવામાં આવી હતી.