Kangana Sharma In Politics: બૉલીવુડ ફિલ્મોમાં બૉલ્ડ સીન આપીને જાણીતી થયેલી એક્ટ્રેસ કંગના શર્માએ હવે રાજનીતિનો રસ્તો પસંદ કર્યો છે. એક્ટિંગની દુનિયા છોડીને હવે રાજનીતિના કાવાદાવા માટે એક્ટ્રેસે આપ પાર્ટીને પસંદ કરી છે. તાજેતરમાં જ એક્ટ્રેસ કંગના શર્મા આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. આની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.  કંગના શર્મા હરિયાણવી અભિનેત્રી છે અને બૉલીવુડમાં ગ્રેટ ગાન્ડ મસ્તી જેવી ફિલ્મોમાં હદથી વધારે બૉલ્ડ સીન આપીને તહેલકો મચાવી ચૂકી છે. 


કંગના શર્માએ હવે 'આપ' પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી છે. AAP પાર્ટી વતી એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે બૉલીવૂડની જાણીતી અભિનેત્રી, મૉડલ અને સિંગર કંગના શર્મા ખેમકા અરવિંદ કેજરીવાલની નીતિઓથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. 'આપ' પરિવાર તેમનું સ્વાગત કરે છે.






કંગના શર્મા હરિયાણવી અભિનેત્રી છે. એક્ટિંગ પહેલા તે મૉડલિંગ કરતી હતી અને પછી તેણે ફિલ્મોની દુનિયામાં પણ હાથ અજમાવ્યો. કંગનાએ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને OTT પર પણ તહેલકો મચાવ્યો હતો, કંગનાએ 'મોના હોમ ડિલિવરી' નામની વેબ સીરીઝમાં કામ કર્યું હતું જ્યાં તેણે શરમની તમામ હદો પાર કરી નાંખી હતી. 






કંગનાની કારકિર્દી
કંગના શર્માએ વર્ષ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કંગના શર્મા પંજાબી સિંગર હાર્ડી સંધૂની 'યાર ની મઇલા', પૂજા સિંહની 'પરદે મેં ફિર સે', નછત્તર ગિલની 'જાન લેને તક', જોની સેઠની 'બ્યુટી ઓવરલોડ' અને ઇક્કાની 'નિન્દ્રા' જેવા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકીછે.  જ્યારે બોલિવુડમાં તેણે 2016માં 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'માં તેના બોલ્ડ અવતાર અને દ્રશ્યોથી લાઇમલાઇટમાં આવી હતી.


 


































---


આ પણ વાંચો.......... 


LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો


ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર


Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી


Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ


સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે


High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું