Whatsapp Feature: મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે તાજેતરમાં જ પર્સનલ અને ગૃપ ચેટ  માટે ઇન ચેટ મેસેજ રિએક્શન પ્રાપ્ત કરવાનુ શરૂ કરી દીધુ છે. આ ફિચર આમ પણ જેવુ આપણે ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામની સાથે જોયુ છે એવુ જ છે. જ્યાં યૂઝર્સ પૂર્વ નિર્ધારિત ઇમૉજીનો ઉપયોગ કરીને માત્ર રિએક્શન આપી શકે છે.  


એટલે, જો તમે વૉટ્સએપ પર નવા મેસેજ રિએક્શન ફિચરને અજમાવા માંગો છો, તો અહીં સ્ટેપ આપવામાં આવ્યા છે, જેને તમે ફોલો કરીને યૂઝ કરી શકો છો. 


ધ્યાન રાખો, આ સુવિધા હાલમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલી રહી છે અને વૉટ્સએપે પહેલાથી જ પુષ્ટી કરી દીધી છે કે આખા રૉલઆઉટના લગભગ એક અઠવાડિયાનો સમય લાગશે. એટલે આ સુવિધા તમારા માટે ઉપલબ્ધ નથી, તો તમારે થોડી રાહ જોવી પડશે. 


સાથે જ, હાલમાં વૉટ્સએપ માત્ર યૂઝર્સને જવાબ આપવાની સુવિધા આપે છે, થમ્પ અપ, રેડ હાર્ટ, લાફ વિથ ટીયર્સ વગેરે.......  


આ રીતે કરો રિએક્શન ફિચરનો ઉપયોગ -


સૌથી પહેલા ચેક કરો કે તમારા ફોનમાં વૉટ્સએપનુ લેટેસ્ટ વર્ઝન હોવુ જોઇએ. જો જુનુ વર્ઝન છે તો સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી જઇને અપડેટ કરી લો.
હવે કોઇ પર્સનલ કે ગૃપ ચેટને સિલેક્ટ કરો.
હવે ચેટમાં પણ કોઇ મેસેજ પર ટેપ કરો અને 2-3 સેકન્ડ માટે હૉલ્ડ  કરો. આ સેન્ડ અને રિસીવ બન્ને મેસેજ પર લાગુ થાય છે.
હવે તમારા સામે કેટલીય ઇમૉજીની સાથે એક પૉપઅપ આવશે.
હવે આમાંથી તે ઇમૉજી પર ટેપ કરો, જેને તમે રિએક્શન માટે ઉપયોગ કરવા માંગો છો. 


આ પણ વાંચો.......... 


LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો


ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર


Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી


Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ


સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે


High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું