મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. જેકલીને હાલ શ્રીલંકામાં છે અહીં પણ એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીરો અને વીડિયો જેકલીને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસ્વીરોમાં જેકલીન ફર્નાન્ડીસનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળે છે.




જેકલીન પિંક ટોપ અને સ્કિન પ્લાજામાં ખૂબ જ સ્ટનીંગ લાગી રહી છે. જેકલીનના ફેન્સ પણ તેની આ તસવીરો અને વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે. જેકલીને 2009માં આવેલી ફિલ્મ અલાદીનથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.


જેકલીન ફર્નાન્ડીસ થોડા સમયમાં સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ 'ડ્રાઈવ' માં જોવા મળશે. આ સિવાય જેકલીન 'અર્થ' ના રિમેકમાં પણ જોવા મળશે. ફિલ્મમાં તેના સિવાય ઇમરાન હાશમી સ્વરા ભાસ્કર મુખ્ય ભૂમિકામાં હશે.