કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાંથી બહાર નિકળ્યા બાદ સોનિયા ગાંધીને કહ્યું કે નવા અધ્યક્ષની પસંદગી માટે વાતચીત ચાલી રહી છે. હું અને રાહુલ તેમાં સામેલ નથી. મારું નામ ભૂલથી આ બેઠકમાં સામેલ થઈ ગયું હતું. રાહુલ ગાંધી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે કૉંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના નેતા બને.
કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાણે CWCની બેઠકમાં રાહુલ ગાંધીને કહ્યું કે તમે વધુ ચાર કલાક વિચારો, તમે સમજી નથી રહ્યાં કે તમે શું કરી રહ્યાં છો ? જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું ભાગી નથી રહ્યો પણ નવા અધ્યક્ષ બન્યા બાદ હું જનતાની વચ્ચે વધુ સમય આપીશ.” ચર્ચા દરમિયાન ઘણા નેતાઓએ કહ્યું કે જો નવા અધ્યક્ષ બના તો એક કમિટી બનાવવી જોઈએ જેમાં રાહુલ ગાંધીને પણ રાખવામાં આવે.
પાર્ટીના નવા અધ્યક્ષની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જૂન ખડગે, અશોક ગહલોત, સુશીલ કુમાર શિંદે સહિત કેસી વેળુગોપાલના નામની ચર્ચા ચાલી રહી છે.
બેઠક બાદ કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તમામ નેતાઓએ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા વિનંતી કરી પરતુ રાહુલ ગાંધીએ ઇનકાર કરી દીધો. કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે નવા પાર્ટી અધ્યક્ષના નામ સાથે અમે ફરી પાછા રાત્રે 8.30 વાગે મળીશું. રાત્રે 9 સુધી પાર્ટી પ્રમુખનું નામ નક્કી થશે.
પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ PM મોદીને કહ્યું - તમે કૉંગેસની પ્રશંસા કરી રહ્યાં છો
સીડબ્લ્યૂસીની બેઠકમાં પાર્ટી સંસદીય દળના નેતા સોનિય ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ નેતા અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, મલ્લિકા અર્જૂન ખડગે, મુખ્યમંત્રી અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સહિત દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.