મુંબઇઃ સ્ટાર એક્ટર અજય દેવગનની પત્ની અને સુપરસ્ટાર અભિનેત્રી કાજોલ આજકાલ સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ રહી છે. લોકો તેને મને ફાવે તેમ ખરાબ શબ્દો બોલી રહ્યાં છે. કેમ કે કાજોલે તાજેતરમાં જ પોતાનો બર્થડે ઉજવ્યો છે, અને આ જન્મદિવસના ખાસ સેલિબ્રેશનનો તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફેન્સને કાજોલની એક હરકત પસંદ નથી આવી રહી. જુઓ વીડિયો....
કાજોલના જન્મદિવસ પર તેને દેશભરના તેના ફેન્સે શુભેચ્છાઓ પાઠવી, અને આ સિલસિલામાં કેટલાક આઉટસ્ટેશન ફેન્સ તેના ઘરની બહાર કેક લઇને પહોંચી ગયા હતા. આ દરમિયાન પૈપરાજી અને મીડિયાકર્મી પણ પહોંચી ગયા હતા. કાજોલે ઘરની બહાર આવીને કેક પણ કાપી પણ તેની બૉડી લેગ્વેજે ફેન્સને નિરાશ કરી દીધા.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભયાનીએ પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો (Kajol Viral Video)ને શેર કર્યો છે. જેમાં કાજોલ મન વિના કેક કાપી રહી છે. આ વીડિયોમાં તેનો હાવભાવ લોકોને પસંદ નથી આવી રહ્યો અને ફેન્સ નિરાશ થયા છે, લોકો આ બૉડી લેન્વેજ પર કાજોલને જોરદાર ટ્રૉલ કરી રહ્યાં છે.
વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેક કટિંગ સમયે કાજોલની જે બૉડી લેગ્વેજ હતી તે લોકોને ગમી નથી, જ્યારે કેક લાવનારા ફેન્સે સેલ્ફી લેવા કહ્યું તો કાજોલે ના પાડી દીધી. જોકે, બાદમાં ઘરની અંદરથી આવીને તેની સાથે તસવીરો ખેંચાવી હતી. પરંતુ લોકો કાજોલ પર ગુસ્સે થયા છે, કેટલાક તેને અભિમાની ઔરત જેવા શબ્દો વડે ટ્રૉલ કરી રહ્યાં છે. કેટલાકે કૉમેન્ટ કરી છે કે - પૈસા, ટાઇમ અને મહેનત આવા લોકો પર કેમ વેસ્ટ કરવી, જે કેર પણ ના કરતા હોય?, વળી એક બીજા યૂઝરે લખ્યું તે બિલકુલ ખુશ નથી લાગી રહી, બેચારા લોકો કેમ ટાઇમ વેસ્ટ કરી રહ્યાં છે. કેટલાય લોકોએ કાજોલને ઘમંડી કહી છે.