એક્ટ્રેસ કાજોલની શોર્ટ ફિલ્મ 'દેવી'નો ફર્સ્ટ લુક રિલીઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2020 06:23 PM (IST)
બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની શોર્ટ ફિલ્મ 'દેવી'નો લુક રિલીઝ કરવામાં આવ્યો છે.
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની શોર્ટ ફિલ્મ 'દેવી'નો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. કોજોલની ફિલ્મ દેવીના પોસ્ટરમાં શ્રુતિ હસન, નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા બાર્વે, સંધ્યા મ્હાત્રે, શિવાની રઘુવંશી , રમા જોષી તથા યશસ્વીની દયામા છે. ઉલ્લેખીનય છે કે કાજોલની આ પહેલી જ શોર્ટ ફિલ્મ છે. આ શોર્ટ ફિલ્મના પોસ્ટરમાં તમામ પાત્રો જોવા મળે છે, જેમાં કેટલાંકના ચહેરા પર મુશ્કેલી તો કેટલાંકના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે. ફિલ્મમાં નવ મહિલાઓની વાત કરવામાં આવી છે, જે એક નાના રૂમમાં રહે છે. આ નવ મહિલાઓ પોતાના જીવનમાં ઘણું બધું સહન કરી ચૂકી હોય છે. શોર્ટ ફિલ્મ 'દેવી' બે દિવસમાં જ શૂટ થઈ ગઈ હતી. આ ફિલ્મને નિરંજન અય્યંગર તથા રાયન સ્ટીફને સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે.