નવી દિલ્હી : બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' લોકોને બહુ પસંદ પડી રહી છે. ફિલ્મ મણિકર્ણિકાએ બોક્સ ઓફિસ પર 150 કરોડ કરતા વધારેની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં કંગનાની એક્ટિંગના પણ વખાણ કરવામાં આવ્યા છે. હાલમાં આ ફિલ્મનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંગના અંગ્રેજો સાથે યુદ્ધ કરતી જોવા મળે છે. જોકે વીડિયોમાં કંગના જે ઘોડા પર બેઠી છે તે નકલી છે. નકલી ઘોડો મશીન પર છે અને કંગના તેના પર બેસી તલવાર ચલાવે છે.
ગણતંત્ર દિવસના રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' રિલીઝના ત્રીજા અઠવાડિયે પણ સારી એવી કમાણી કરી હતી. વર્લ્ડવાઇડ બીજા અઠવાડિયે જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લેનાર આ ફિલ્મે ભારતમાં પણ બહુ જલ્દી 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો.
વાંચો:
રુવાંટાં ઉભા કરી દેશે અક્ષયની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર! 21 શીખ સૈનીકોએ 10,000 અફઘાનને ચટાડી હતી ધૂળ