નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ પોલીસની ATSએ સહારનપુરના દેવબંદથી બે આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ સાથે હોવાનું કહેવાય છે. યુપીના ડીજીપી ઓપી સિંહે પત્રકાર પરિષદ કરી આ માહિતી આપી. તેમણે કહ્યું કે તેમાંથી એક આતંકી શહનવાઝ અહમદ તેલી કાશ્મીરના કુલગામનો રહેવાસી છે. શહનવાઝ જૈશનો સક્રિય મેમ્બર છે. જ્યારે બીજો આતંકી અકિબ અબમદ મલિક પુલવામાનો રહેવાસી છે. આ બંને પોતાની વિદ્યાર્થી બતાવી અહીં રહેતા હતા. પોલીસ આ આતંકીઓના તાર પુલવામા હુમલા સાથે જોડી જોઇ રહ્યાં છે.




દેવબંદથી ઝડપાયેલો શાહનવાઝ આતંકીપ્રવૃત્તિઓ માટે આતંકીઓને ટ્રેનિંગ આપવાનું અને આ પ્રવૃત્તિઓમાં યુવાનોની ભરતી કરવાનું કામ કરતો હતો. કુલગામનો રહેવાસી શાહનવાઝ છેલ્લા ઘણા સમયથી પશ્વિમી ઉત્તરપ્રદેશમાં એક્ટિવ હતો. ઝડપાયેલા આતંકી શાહનવાઝ અને આકીબ અંગે ATSએ કાર્યાવાહી શરૂ કરી છે. આ મામલે યુપી એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરી આતંકી મોડ્યુલનો ખુલાસો કરશે.આ પહેલા પણ ATSએ ISIS જેવા જ બનાવાયેલા મોડ્યુલનો પર્દાફાશ કરી ચુકી છે.



આ બન્ને પાસેથી બે પિસ્તોલ અને 30 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી પાસેથી ઓડિયો, વિડીયો અને લેખિત સામગ્રી પણ મળી આવી છે. વધુમાં અન્ય આતંકીઓ સાથે કરેલી ચેટ અંગેની પણ માહિતી મળી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહે જણાવ્યું કે, બન્ને આતંકીઓની પુલવામા હુમલા સાથેનાં સંબંધ તથા તેમણે કેટલા લોકોને જૈશમાં ભરતી કર્યા છે તે અંગેની પુછપરછ હાથ ધરાશે.