રેલવે ટ્રેક પર ઉભા રહીને ફોટા પડાવવા આ એક્ટ્રેસ ભારે પડ્યા, આવી ખરાબ રીતે ઉડી મજાક
abpasmita.in | 09 Aug 2019 02:35 PM (IST)
નોંધનીય છે કે, એક્ટ્રેસ કરિશ્મા તન્ના એકતા કપૂરના સુપરનેચરલ શૉ નાગિન 3માં જોવા મળી હતી. ઉપરાંત તે ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝમાં પણ દેખાઇ હતી
મુંબઇઃ એક્શન શૉ 'ખતરો કે ખિલાડી"ની 10મી સિઝનની શૂટિંગ બુલ્ગારિયામાં શરૂ થઇ છે, આ વખતે રોહિત શેટ્ટી શૉને હૉસ્ટ કરી રહ્યાં છે. કન્ટેસ્ટન્ટ કામની સાથે સાથે પર્સનલ લાઇફ પણ એન્જૉય કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે બુલ્ગારિયાથી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાની એક ખાસ તસવીર પૉસ્ટ કરી, જે તેને રેલવેના પાટા પરથી તસવીર ખેંચવી હતી. આ તસવીર જોઇને ફેન્સે તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. એક્ટ્રેસે બુલ્ગારિયામાંથી સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી, તસવીરમાં કરિશ્મા તન્ના રેલવે ટ્રેક પર પૉઝ આપતી દેખાઇ રહી છે. આમ તો સાડીમાં એક્ટ્રેસ એકદમ હૉટ લાગી રહી છે. પણ ફેન્સને તેનુ લૉકેશન પસંદ ના આવ્યુ, જ્યાંથી એક્ટ્રેસ તસવીર ખેંચાવી હતી. રેલવે ટ્રેકને લઇને એક્ટ્રેસને ફેન્સે ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. એક યૂઝરે લખ્યું કે, ટ્રેન રોકવા માટે ટ્રેક પર ઉભી છે, બીજા યૂઝરે લખ્યું કે, અરે ભાગ ટ્રેન આવી જશે. વળી, બીજા એક યૂઝરે લખ્યું કે, આટલા બધા કપડાં લઇને ગઇ છે એટલા માટે 22 કિલો વજન વધી ગયુ છે. નોંધનીય છે કે, એક્ટ્રેસ કરિશ્મા તન્ના એકતા કપૂરના સુપરનેચરલ શૉ નાગિન 3માં જોવા મળી હતી. ઉપરાંત તે ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝમાં પણ દેખાઇ હતી.