નવી દિલ્હીઃ જો તમે હોમ કે ઓટો લોન લેવાનું વિચારી રહ્યા હોયતો તમારા માટે ખુશખબર છે. એક સાથે તરમ બેંકોએ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ નવી લોન ઉપરાંત જૂની લોન પરનો હપ્તો ઘટી જશે.

જે ત્રણ બેંકોએ લોન સસ્તી કરી છે તેમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી), બેંક ઓફ મહારાષ્ટ્ર અને આઈડીબીઆઈ બેંક સામેલ છે. આ બેંકોએ જુદા જુદા ગાળાની લોન પર વ્યાજ દર (MCLR)માં 0.05 ટકાથી લઈને 0.15 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

આઈડીબીઆઈની વાત કરીએ તો બેંકે પાંચ વર્ષના લોન પર MCLR 0.1 ટકા ઘટાડીને 8.95 ટકા કર્યો છે. ત્રણ મહિનાથી ત્રણ વર્ષની લોન માટે વ્યાજ દરમાં 0.05થી 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર 12 ઓગસ્ટથી લાગુ થશે.

તેવી જ રીતે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે અલગ અલગ ગાળાની લોન  પર MCLRમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષ માટે MCLR 0.1 ટકા ઘટાડીને 8.55 ટકા કર્યા છે. બેંકના નવા દર 10 ઓગસ્ટથી લાગુ થશે. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રના MCLR ઘટાડા બાદ 1 વર્ષની લોન પર વ્યાજ દર 8.5 ટકા થઈ ગયા છે. જણાવીએ કે એક વર્ષના MCLR માપદંડ હોય છે. તે અંદર્ગત જ ઓટો, પર્સનલ અને હોમલોન માટે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે.