મુંબઇઃ એક્ટ્રેસ કેટરીના કૈફ બહુ જલ્દી સલમાન ખાનની સાથે ફિલ્મ ભારતમાં દેખાશે. આ ફિલ્મ આગામી 5મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. હાલ ફિલ્મની પ્રમૉશન જબરદસ્ત રીતે ચાલી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે કેટરીના કૈફ ઝૂમના ચેટ શૉ ‘બાઇ ઇન્વાઇટ ઓનલી’માં પહોંચી હતી. અહીં એક્ટ્રેસ પોતાના રિલેશનશિપને લઇને એક સનસનીખેજ ખુલાસો કર્યો હતો.


શૉ દરમિયાન એક્ટ્રેસ કેટરીના કૈફને જ્યારે પુછવામાં આવ્યુ કે, તમે જો કોઇ છોકરી સાથે રિલેશનશિપ બનાવવા માંગતા હોય તો કઇ એક્ટ્રેસને પસંદ કરશો. આના પર કેટરીના કૈફે કરિના કપૂર ખાનનું નામ લીધુ હતુ. એટલે કે કેટરીના કૈફ કરિના કપૂર ખાન સાથે રિલેશનમાં રહીને સજાતીય સંબંધ બાંધવા ઇચ્છે છે.



ઉલ્લેખનીય છે કે, અગાઉ કરિના કપૂર પણ કેટલાય શૉ અને ઇવેન્ટમાં આ વાતનો ઉલ્લેખ કરી ચૂકી છે. તેને કૈટરીનાને એક બેસ્ટ અને પસંદગીની એક્ટ્રેસ ગણાવી છે.