મુંબઇઃ અભિનેત્રી કિયારા અડવાણી આજકાલ કબીર સિંહી સક્સેસની મજા માણી રહી છે. આ બધાની વચ્ચે 31 જુલાઇએ આ એક્ટ્રેસે પોતાનો 27મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેની પાર્ટી મોડી રાત્રે યોજાઇ જેમાં દિગ્ગજ સેલેબ્સે હાજરી આપી હતી.



કિયારા અડવાણીની બર્થડે પાર્ટીમાં એક્ટર શાહિદ કપૂર તેની પત્ની સાથે હાજર રહ્યો હતો. એટલું જ નહીં તેના પરિવારના બધા સભ્યો પણ પાર્ટીમાં જોડાયા હતા.



કિયારા અડવાણીએ પોતાની બર્થ પાર્ટીમાં વ્હાઇટ કલરનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. તેને કેટલાક ફોટો પણ ખેંચાવ્યા હતા. આ પાર્ટીમાં કબીર સિંહ એટલે કે શાહિદ કપૂર પણ સ્વૈગમાં પહોંચ્યો હતો.



રીયલ લાઇફમાં બન્ને સ્ટારની કેમેસ્ટ્રી જોઇને કબીર સિંહની રીલ લાઇફની જોડી ખુબ યાદ આવશે. આ તસવીરો હાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે.





પાર્ટીને ખાસ બનાવવા માટે કરણ જોહર અને મનીષ મલ્હોત્રા પણ પહોંચ્યા હતા.



સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા પર સૌની નજર રહી, બન્ને પાર્ટીમાં એક સાથે ખાસ અંદાજમાં દેખાયા હતા.