હરારેઃ આઇસીસી દ્વારા પ્રતિબંધ લગાવયા બાદ હવે ઝિમ્બાબ્વે ક્રિકેટનું ભવિષ્ય ધૂંધળુ થઇ ગયુ છે. ધૂંધળા ભવિષ્યને સારા ભવિષ્યમાં પરિવર્તિત કરવા ઝિમ્બાબ્વે ક્રિકેટરોએ એક નવો રસ્તો શોધ્યો છે. દેશમાં ક્રિકેટને બચાવવા અને ક્રિકેટના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્રિકેટરોએ મફતમાં ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડીઓએ આગામી ટી20 ક્વાલિફાયર્સમાં ભાગ લેવા માટે તૈયારી બતાવી છે.
મહિલા ટી20 ક્વાલિફાયર્સ મેચ ઓગસ્ટમાં થવાની છે, વળી પુરુષોની ક્વૉલિફાયર્સ મુકાબલો ઓક્ટોબરમાં રમાશે. ટીમના વરિષ્ઠ ક્રિકેટરે નામ ગુપ્ત રાખવાની શરત પર સ્પોર્ટ્સ મીડિયાને માહિતી આપી કે, ‘અમે મફતમાં ક્રિકેટ રમીશુ. અમને જ્યાં સુધી આશાનુ કિરણ દેખાશે ત્યાં સુધી રમવાનુ ચાલુ રાખીશું. અમારો આગામી મેચ ક્વૉલિફાયર્સમાં થશે. અમે મફતમાં રમીશું.’
ઉલ્લેખનીય છે કે, પુરુષ અને મહિલા સીનિયર ટીમને છેલ્લા બે મહિનાથી મેચ ફી નથી આપવામાં આવી, અને પુરુષ ટીમને તાજેતરમાં જ નેધરલેન્ડ અને આયરલેન્ડના પ્રવાસની મેચ ફી પણ નથી આપવામાં આવી.
ખાસ વાત છે કે, આઇસીસી પ્રતિબંધ બાદ ઝિમ્બાબ્વેની ટીમ દ્વિપક્ષીય સીરીઝમાં ભાગ લઇ શકે છે, પણ આઇસીસીની નાણાંકીય મદદ વિના તે રમવી મુશ્કેલ છે.
આઇસીસીએ 18 જુલાઇએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેથી આઇસીસીની ફન્ડિંગ પણ નહીં મળે, સાથે ઝિમ્બાબ્વે આઇસીસીની કોઇપણ ટૂર્નામેન્ટમાં ભાગ પણ નહીં લઇ શકે. વળી, આઇસીસીનો પ્રતિબંધ દ્વિપક્ષિય સીરીઝ માટે નથી. ઝિમ્બાબ્વેને ઓગસ્ટમાં આફઘાનિસ્તાન અને ઓક્ટોબર-નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝની મેજબાની કરવાની છે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વે ભારત સામે રમશે.
આ દેશના ક્રિકેટરો હવે બધી ક્રિકેટ મેચો ફ્રીમાં રમશે, જાણો કેમ લીધુ આવુ ડિસીઝન
abpasmita.in
Updated at:
02 Aug 2019 12:01 PM (IST)
ઉલ્લેખનીય છે કે, પુરુષ અને મહિલા સીનિયર ટીમને છેલ્લા બે મહિનાથી મેચ ફી નથી આપવામાં આવી, અને પુરુષ ટીમને તાજેતરમાં જ નેધરલેન્ડ અને આયરલેન્ડના પ્રવાસની મેચ ફી પણ નથી આપવામાં આવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -