મુંબઈ: બોલિવૂડ સેલિબ્રિટી પોતાના કૉસ્ટ્યૂમ અને લુકના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં રહે છે. હવે ટ્રોલર્સના નિશાના પર એક્ટ્રેસ કિયારા અડવાણી આવી છે. હાલમાંજ થયેલા ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઇલ એવૉર્ડ્સમાં બોલીવુડ સેલેબ્સે પોતાના બેસ્ટ કૉસ્ચ્યૂમ અને ગ્લેમરસ અંદાજમાં દેખાયા પણ કિયારા અડવાણીનો ડ્રેસ કેટલાક લોકોને પસંદ આવ્યો નથી.


કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં ખૂબજ ફીટ આઉટફીટમાં નજર આવી રહી છે. જેની લોકોએ મજાક ઉડાવી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડાઈટ સબ્યાએ તેની મજાક ઉડાવતા કિયારાના ડ્રેસની તુલના સ્ટિકી નોટ્સ સાથે કરી હતી.

ડાઇટ સાબ્યાએ એક પોસ્ટમાં લેફ્ટ સાઇડ કિયારાની તસવીર અને જમણી બાજુ એક સ્ટિકી નોટ શૅર કરતાં પોસ્ટ કર્યું, "જસ્ટ ફૉર LOLs, કિયારા અડવાણીનું ગાઉન આપણને સ્ટિકી નોટ જેવું લાગી રહ્યું છે."


કેટલાક અઠવાડિયા પહેલા ફિલ્મ કબીર સિંહના પ્રચાર દરમિયાન એક અન્ય ડ્રેસની નકલ કરી પહેરવા માટે ડાઇટ સાબ્યા દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. કિયારાને ‘હૉટ સ્ટેપર ઑફ ધ યર’ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.(તસવીર- સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)