નવી દિલ્હીઃ સુદાનમાં થયેલા એલપીજી ટેંકર બ્લાસ્ટમાં એક ગુજરાતી સહિત 18 ભારતીયોના મોત થયા છે. મૃતક ગુજરાતીનું નામ બહાદુર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં તમિલનાડુ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી હોવાના જાણવા મળ્યું છે.


ઘાયલોને ખારતોમની અમલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી રાજસ્થાનના  રવિન્દર સિંહ, બિહારના નીરજ કુમાર અને તમિલનાડુના જય કુમારને ICUમાં તથા ઉત્તરપ્રદેશના સોનુ પ્રસાદ, તમિલનાડુના બોબાલન, રાજસ્થાનના સુરેન્દર કુમાર, તમિલનાડુના મોહમ્મદ સલીમને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.


સુદાનની રાજધાની ખારતોમમાં સાલૂમી નામની સિરામિક ટાઇલ્સ બનાવતી ફેક્ટરીમાં LPG ટેંકરમાં ધડાકો થયો હતો.  ફેકટરીનું નામ સીલા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં કુલ 23 લોકોના મોત થયા છે, જ્યારે 130 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, મને હમણાં જ સલૂમી સ્થિત એક ફેક્ટરીમાં વિસ્ફોટની જાણકારી મળી છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે.


‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટ્રેસે રેડ બિકિનીમાં બતાવ્યો બોલ્ડ લુક, જુઓ તસવીરો

ગુજરાતમાં કમોસમી વરસાદથી ક્યાં સર્જાયો ચોમાસા જેવો માહોલ, જાણો વિગતે

ICC Test Ranking: મોહમ્મદ શમી ટોપ-10માં થયો સામેલ, બુમરાહ બેસ્ટ ભારતીય બોલર