કિયારાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેસેજ લખ્યો હતો - મારું ટ્વિટર હૅક કરી લેવામાં આવ્યું હતું. અમે તેને પાછું મેળવવા બાબતે કામ કરી રહ્યા છીએ. કોઇપણ અજીબ ટ્વીટ કે લિન્કને ઇગ્નોર કરવા. મારા ટ્વિટર અકાઉન્ટ પરથી મોકલવામાં આવેલી કોઇપણ શંકાસ્પદ લિન્ક પર ક્લિક ન કરવું. મારું અકાઉન્ટ હજી પણ હૅક્ડ છે અને આ લિન્ક મેં નથી મોકલી. કિયારાએ આ ટ્વીટ મંગળવારે રાતે કર્યું હતું. કિયારાના ટ્વિટર અકાઉન્ટ પરથી છેલ્લું ટ્વીટ 3 ઑક્ટોબરે કરવામાં આવ્યું હતું.
તેનું ટ્વિટર અકાઉન્ટ બરાબર થયું કે નહીં તેની તો માહિતી નથી, પણ બુધવારે બપોરે તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ભૂલ ભુલૈયા 2નું શૂટિંગ શરૂ થવાની માહિતી શૅર કરી હતી. અનીસ બઝ્મી નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓના જેમ કે અમિતાભબચ્ચન, શાહિદ કપૂર, કરણ જોહર, શ્રતુ હાસન, અનુપમ ખેર, હૃતિક રોશન તેમજ હંસિકા મોટવાનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઇ ચુક્યા છે.