નવી દિલ્હીઃ પુણેમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમવા આજે મેદાને ઉતરશે.  ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 50મી વખત ભારતનું નેતૃત્વ કરશે, જેની સાથે જે એક મોટો રેકોર્ડ પણ તેના નામે નોંધાઈ જશે. વિરાટ ભારત તરફથી 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો બીજો ક્રિકેટર બની જશે. વિરાટ પહેલા ધોની (60 ટેસ્ટ) જ તેનાથી વધારે ટેસ્ટમાં નેતૃત્વ કરી શક્યો છે. ગાંગુલીએ 49 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું.


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 10 થી 14 ઓક્ટોબર સુધી પુણેમાં રમાશે. સવારે 9.00 કલાકે ટોસ થશે અને 9.30થી મેચનો પ્રારંભ થશે. મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકાશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પરથી જોઈ શકાશે.

પુણેમાં મંગળવાર અને બુધવારે વરસાદ પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની સંભાવના નહીંવત છે.
SBIએ આપ્યો ગ્રાહકોને મોટો ઝટકો, બચત ખાતા અને FDના વ્યાજદરમાં કર્યો ઘટાડો

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી થતા મહુવા રોડ થયો બંધ

રિલાયન્સ જિયોએ આપ્યો મોટો ઝટકો, હવે અન્ય ઓપરેટરમાં કોલ કરવા ચૂકવવા પડશે રૂપિયા, જાણો વિગતે