મુંબઈ: લોકસભા ચૂંટણી વચ્ચે ટેલિવીઝનની જાણીતી અભિનેત્રી માહિકા શર્માએ એકવાર ફરી મોટું નિવેદન આપ્યું છે. માહિકા શર્માએ કહ્યું કે તે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે વ્રત રાખી રહી છે. જેથી મા દુર્ગા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણીમાં જીતના આર્શીવાદ આપશે. તેમણે કહ્યું તેના માટે નવે નવ દિવસ વ્રત રાખશે. ઉલ્લેખનીય છે કે માહિકા પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. એક્ટિંગ સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.


માહિકાએ કહ્યું કે, “હું ભારતના ઉજ્વળ ભવિષ્ય માટે વ્રત કરી રહી છું. જે રાહુલ ગાંધીના હાથમાં છે. મને ખબર છે કે દેવી તેમની જીત સુનિશ્ચિત કરશે. આપણા સનાતન ધર્મમાં પત્ની પોતાના પુરુષની જીત માટે ઉપવાસ રાખે છે, આપણા માટે રાહુલે અત્યાર સુધી લગ્ન નથી કર્યાં અને તેણે પોતાની ઉંમર દેશની સેવામાં લગાવી દીધી. તેથી આપણી જવાબદારી છે કે આપણે તેમના માટે કંઈક કરીએ.”

માહિકાએ ભાજપની તુલના ઇસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરતા કહ્યું કે, “જેઓ ચોકીદાર બનીને બેઠા છે તેઓને યાદ અપાવવા માંગું છું કે ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ આપણને પહેલા સુરક્ષા આપવાનો વાયદો કર્યો હતો અને બાદમાં લૂંટવાનું શરૂ કરી દીધું હતું. ભાજપ પણ એવું જ કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે આપણને ઘર આપશે આવતીકાલે ઘર છીનવી લેશે.”

 કોગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરે પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યુ, જુઓ વીડિયો