રાહુલ ગાંધી પર પલટવાર કરતા રક્ષામંત્રી સીતારમણે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર સવાલ નથી ઉઠાવ્યા, કોર્ટની આજ્ઞાનું પાલન કરીશું. રાહુલે આજે કોર્ટના નિર્ણયનો અનાદર કર્યો છે. જે વ્યક્તિ પોતે જામીન પર છે તેને કોર્ટના નિર્ણયથી દેશને ગુમરાહ કરવાનો અધિકાર કોણે આપ્યો ? જે રાહુલ ગાંધીએ કહ્યું છે તે કોર્ટે નથી કહ્યું, સંસદમાં AA(અનિલ અંબાણી) બલનારા આજે RV (રોબર્ટ વાડ્રા) સાથે છે.” રક્ષામંત્રીએ કહ્યું કે “કૉંગ્રેસ અધ્યક્ષે કદાચ અડધો ફકરો પણ નથી વાંચ્યો, અને એવું કહી દીધું કે કોર્ટે સ્વીકારી લીધું છે. આ કોર્ટની અવમાનના છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં કહ્યું હતું કે, “થોડાક દિવસ પહેલા પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને સુપ્રીમ કોર્ટમાંથી ક્લિન ચીટ મળી ગઈ છે. પણ આજે કોર્ટેમાં સાબિત થઈ ગયું છે કે ચોકીદારે ચોરી કરાવી છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે રાફેલ મામલે ભ્રષ્ટાચાર થયો છે.'' સાથે તેઓએ કહ્યું કે જો આ મામલે તપાસ થશે તો બે નામ સામે આવશે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાફેલ મામલે પુનર્વિચાર અરજી પર સુનાવણીમાં તે દસ્તાવેજોની પણ ચકાસણી કરશે જે કેન્દ્રએ ગુત્પતાનો હવાલો આપીને રજુ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે રાફેલ ડીલના કે કેટલાક દસ્તાવેજો ચોરી થઈ ગયા હતા. અરજીકર્તાએ લીક દસ્તાવેજોની ફોટોકોપી રજુ કરીને બીજીવાર સુનાવણી કરવાની માંગ કરી હતી.