જગન પ્રસાગ ગર્ગને દરેક વર્ગનું સમર્થન મળ્યું હતું. વિવાદોથી હંમેશા દૂર રહેતા જગન પ્રસાદ ગર્ગ, આગરાથી ભાજપના ઉમેદાવર અને યુપી સરકારના મંત્રી એસપી સિંહ બઘેલનો પ્રચાર કરતા હતા. બુધવારે બપોરે એક ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ મંચથી નીચે ઉતરીને લોકોન મળતા હતા ત્યારે હાર્ટઅટેક આવતાં ત્યાં જ ઢળી પડ્યા હતા.
જે બાદ તેમના સમર્થકો અને બીજેપી કાર્યકર્તા હોસ્પિટલો લઇ ગયા હતા. જ્યાં થોડી મિનિટો બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જગન પ્રસાદના નિધનના સમાચારથી ભાજપમાં શોકની લહેર છવાઇ ગઇ હતી.
VIDEO: કર્ણાટકમાં મતદારોને રીઝવવા કોંગ્રેસના મંત્રીએ કર્યો નાગિન ડાંસ
સોનગઢમાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે
જામનગરઃ પૂનમ માડમે બળદ ગાડા પર બેસી કર્યો ચૂંટણી પ્રચાર, જુઓ વીડિયો