ટીવી એક્ટ્રેસે બે દિવસ પહેલા એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં માહિકા રસ્તાં પર ફૂટપાથ પર સુઈને ફોટો પડાવતી જોવા મળી રહી છે. આ તસવીર હાલમા ખુબ વાયરલ થઇ રહી છે.
માહિકા શર્માએ પોતાના ઈનસ્ટાગ્રામમાં આ ફોટોને અપલોડ કર્યો છે. તેમણે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે ઘરથી દુર જ્યારે થાકી જાઓ તો અંદાજ અપના અપના મને રસ્તા પર રહેવું પસંદ છે. એક યુઝરે આ મોકાનો લાભ લઈને મસ્ત કોમેન્ટ કરી કે બાકી બધુ તો ઠીક પણ સલમાન ખાનનું ધ્યાન રાખવું.
ટીવી અભિનેત્રી માહિકા શર્માએ હમણાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સૌથી વધુ પસંદગીનો વ્યક્તિ ગણાવ્યો, તેને રાહુલ ગાંધી માટે વ્રત રાખ્યુ હોવાની વાત પણ સોશ્યલ મીડિયામાં વહેતી થઇ હતી.