અમદાવાદ: છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસુ મોડું શરૂ થાય છે તેવી જ રીતે આ વર્ષે પણ ગુજરાતમાં ચોમાસુ મહિનાના ત્રીજા અઠવાડિયાથી શરૂ થશે જ્યારે અમદાવાદમાં 26 જૂનથી 4 જુલાઈની વચ્ચે વરસાદની પધરામણી થાય તેવા હમાવાન વિભાગે સંકેત આપ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ગુજરાતમાં મહિનાનાં ત્રીજા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થશે. આ વર્ષે 8 જૂનથી કેરળ અને બીજા અઠવાડિયામાં મુંબઈમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જોકે, ગુજરાતમાં 12થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થશે. અમદાવાદમાં 16થી 23 જુન વચ્ચે પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં આવતાં અઠવાડિયાથી નીચના લેવલે પવનોની પેટર્ન અને દિશા બદલાશે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ગરમી ઘટશે. હાલનાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે છતાં ભેજને લીધે બફારાનાં પ્રમાણ વધશે.