એક્ટ્રેસે મલાઈકા અરોરાએ શેર કર્યો ખતરનાક જિમ વર્કઆઉટનો વીડિયો
abpasmita.in | 26 Nov 2019 05:43 PM (IST)
હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના હોટ ફિગર માટે વર્કઆઉટ કરતીં જોવા મળી રહી છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. મલાઈકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના હોટ ફિગર માટે વર્કઆઉટ કરતીં જોવા મળી રહી છે. મલાઈકા જે રીતે વર્કઆઉટ કરી રહી છે તે સામાન્ય લોકો માટે સરળ નથી. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મલાઈકા અરોરા જેવી કસરત કરવી સરળ નથી. આ કસરત કર્યા પહેલા કલાકો સુધી તેની પ્રેક્ટિસ કરવામાં આવી હશે. મલાઈકા અરોરા હાલના દિવસોમાં અર્જુન કપૂર સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે.