મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

આ દરમિયાન આજે સંજય રાઉતે જાહેરાત કરી કે, આજે સાંજે ઉદ્ધવ ઠાકરેને નેતા તરીકે પસંદ કરી લેવામાં આવશે. પાંચ વર્ષ સુધી તેઓ મુખ્યમંત્રી રહેશે. આ ઉપરાંત અજીત પવાર પણ અમારી સાથે છે.


અજીત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. શનિવારે અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા હતા પરંતુ ઉપ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો નહોતો.