મલાઈકા અરોરાની વર્કઆઉટ તસવીરો જોઈ દંગ રહી જશો, સેક્સી ફિગર માટે કરે છે આટલી મહેનત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Mar 2019 05:51 PM (IST)
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ વીડિયો અને વર્કઆઉટની તસવીરો શેર કરતી રહે છે. મલાઈકા અરોરાના સેક્સી ફિગરનું કારણ છે તે કલાકો સુધી જિમમાં વર્કઆઉટ કરે છે. 45 વર્ષની મલાઈકા પોતાના હોટ ફિગરને કારણે બોલીવૂડ અભિનેત્રીઓને માત આપે છે. માત્ર બોલીવૂડ જ નહી પરંતુ દરેક લોકો મલાઈકાની ફિટનેસના દિવાના છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાંથી સમય કાઢી મલાઈકા પોતાના શરીરને એકદમ ફિટ રાખે છે. ફિટનેસની દુનિયામાં મલાઈકા હંમેશા ચર્ચામાં બની રહે છે. દરરોજ સોશિયલ મીડિયા પર મલાઈકાની તસવીરો વાયરલ થતી રહે છે. જેમાં તે જિમમાં જતી નજરે પડે છે. દરરોજ મલાઈકા અલગ-અલગ આઉટ ફિટ્સમાં જોવા મળે છે.