મુંબઇઃ રિયાલિટી શૉ 'બિગ બૉસ 9' ફેમ મંદાના કરિમી લાંબા સમય બાદ ફરી પોતાના બૉલ્ડ લૂકને લઇને ચર્ચામાં આવી છે. મંદાના તાજેતરમાં જ એક મીડનાઇટ પાર્ટીમાં લેસી બ્રા વાળા કપડાં પહેરીને પહોંચી હતી, ત્યાંની કેટલીક તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે.

આ મીડનાઇટ પાર્ટી અમેરિકન ઇન્ટરનેટ પર્સનાલિટી ડેન બિલ્ઝેરિયન માટેની હતી, જે એક્ટર ડીનો મોરિયોએ હૉસ્ટ કરી હતી. પાર્ટીમાં મંદાના લેસી બ્રા સાથે બૉલ્ડલૂકમાં દેખાઇ, મંદાનાનો આ હૉટ અવતાર જોઇને બધા ચોંકી ગયા હતા.



મંદાનાએ લેસી બ્રા સાથે બ્લેક ડ્રેસની ડીપ નેક આઉટફીટ પહેર્યુ હતુ, સાથે મેકઅપ, કાજલ અને શોર્ટ કર્લી હેયર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.



મંદાનાએ પાર્ટી દરમિયાન સ્લિંગ બેગ અને સ્માઇલ સાથે જાતજાતના પૉઝ આપ્યા હતા.



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 2015માં આવેલી ફિલ્મ રૉયથી મંદાનાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેને ક્યા કૂલ હૈ હમ ફિલ્મ સહિત અનેક સીરિયલોમાં કામ કર્યુ હતુ.