કેવડિયાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા ખાતે તેમના બંદોબસ્તમાં રહેલા એક પોલીસ ઇન્સ્પેક્ટરે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. PSIએ પોતાના લમણે ગોળી મારીને સૂસાઇડ કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જોકે, કયા કારણસર પોલીસ ઇન્સ્પેક્ટરે આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.

નવસાલી જિલ્લા LIBમાં ફરજ બજાવતા PSI ફિનાવ્યા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાતે આવ્યા હોઇ vvip સર્કિટ હાઉસ ખાતે બંદોબસ્તમાં હાજર હતા. દરમિયાન તેમણે આપઘાત કર્યો છે.