મંદિરા બેદીએ તેના પતિ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં મંદિરા બેદી સાડી અને લાલ બિંદીમાં જોવા મળતી હતી અને મંદિરા અને તેના પતિના હાથમાં વાઈનના ગ્લાસ હતો. બસ આજ કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. જો તમે પણ આ તસવીર ન જોઈ હોય તો મંદિર બેદીની તસવીર તમે પણ જુઓ.
કેટલાંક લોકોએ કહ્યું કે, કરવા ચોથ ના મનાવો તો કંઈ વાંધો નહીં પણ તહેવારના દિવસે ભારતીય સંસ્કૃતિની મજાક તો ન ઉડાવો. જોકે બીજી તરફ બોલિવૂડના અનેક જાણીતા સેલિબ્રિટીએ આ દિવસને ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.