નવી દિલ્હીઃ દેશના અનેક હિસ્સામાં ભારે વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચ્યો છે. અનેક લોકોએ પૂરમાં જીવ પણ ગુમાવ્યા છે. મલયાલમ એક્ટ્રેસ મંજુ વારિયર પણ પૂરમાં ફસાઈ છે. મંજુ વારિયર ડાયરેક્ટર સનલકુમાર શશિધરન અને ફિલ્મના ક્રૂ મેમ્બર્સ સાથે હિમાચલ પ્રદેશના ચતરુમાં પૂરના કારણે ફસાઈ ગઈ છે.



ગતરાતે એક્ટ્રેસે તેના ભાઈને સેટેલાઇટ ફોન દ્વારા કોલ કરીને મદદ માંગી હતી. હિમાચલ પ્રદેશના ચતરુમાં આશરે 220 લોકો ફસાયેલા છે. જેમાં ફિલ્મના ક્રૂ મેમ્બર્સ પણ સામેલ છે. પૂરમાં ફસાયેલા લોકોને ખાવા-પીવાનો સામન મળવામાં પરેશાની થઈ રહી છે.



પૂરના કારણે આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક પણ નથી આવી રહ્યું. એક્ટ્રેસ મંજુ વારિયરના ભાઈએ રાજ્યના મંત્રી વી મુરલીધરનની મદદ માટે સંપર્ક કર્યો હતો. મંત્રીએ શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

મંજુ વારિયર મલયાલમ ફિલ્મનો જાણીતો ચહેરો છે. તેની ગણના મલયાલમ સિનેમાની સફળ અભિનેત્રીઓમાં થાય છે. મંજુએ માત્ર 11 વર્ષે  જ ફિલ્મ Sakshyam થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.

સ્પોટ ફિક્સિંગ કેસમાં ક્રિકેટર શ્રીસંતને BCCIએ આપી મોટી રાહત, આજીવન પ્રતિબંધની સજા ઘટાડીને કરી સાત વર્ષ