નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ રૂબીના દલિકે હાલમાં જ એક સુદર પોસ્ટ શેર કરી છે જેમાં તેણે એક અલગ અંદાજમાં જાણકારી આપી છે કે તેની બેસ્ટ ફ્રેન્ડ ઉર્ફ ‘બા બહુ અને બેબી’ ફેમ એક્ટ્રેસ બેનાફ દાદાચંદજી પ્રેગ્નેન્ટ છે. રૂબીનાએ પોતાના ઓફીશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બેનાફના રિસેપ્શનની તસવીર શેર કરી ચે જેમાં તે બેનાફના બેટ પર હાથ રાખેલ જોવા મળી રહી છે.

વર્ષેના ફેબ્રુઆરી મહિનામાં બેનાફે 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ચાઈનીઝ બોયફ્રેન્ડ નોર્મન હાઉ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ મહિનામાં જ આ એક્ટ્રેસ પોતાના પહેલા સંતાનનું સ્વાગત કરવા માટે તૈયાર છે. બેનાફ હાલ પ્રેગ્નેન્ટ છે અને આ વિશેની જાણકારી તેની બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ રુબિના દિલૈકે આપી છે.



18મી ઓગસ્ટે બેનાફનો બર્થ ડે હોવાથી રુબિનાએ પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર બેનાફના લગ્નની એક અનસીન તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘Bennnyyyyyy this yearrrrrr your bday is so so Special! Looks like I had an intuition then ……. @benafd.’. આ તસવીરમાં રુબિનાનો હાથ બેનાફના પેટ પર હોવાથી તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો લગાવાઈ રહી છે.

લગ્નના બંધનમાં બંધાતા પહેલા બેનાફે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને આ એક અદ્દભુત અનુભવ છે. 9 વર્ષ ક્યા જતા રહ્યા તેની ખબર જ ન પડી, હું આગામી સમયની રાહ જોઈ રહી છું’