‘જસ્સી જૈસી કોઈ નહીં’ ફેમ એક્ટ્રેસ મોના સિંહે બૉયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો
abpasmita.in | 27 Dec 2019 07:11 PM (IST)
ટીવી એક્ટ્રેસ મોના સિંહે મુંબઈમાં બૉયફ્રેન્ડ શ્યામ સાથે લગ્ન કરી લીધા છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ મોના સિંહે આજે પોતાના સાઉથ ઇન્ડિયન બૉયફ્રેન્ડ શ્યામ સાથે લગ્ન કરી લીધા છે. 38 વર્ષીય મોના સિંહે મુંબઈમાં લગ્ન કર્યા છે. જો કે મોનાએ પોતાના લગ્નને મીડિયાથી દૂર રાખ્યા તા પરંતુ હવે તેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. મોનાના લગ્નમાં પરિવારના નજીકના લોકો અને પોતાના નજીકના મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું. પોતાના લગ્નમાં મોનાએ લાલ રંગની ચણિયાચોળી પહેરી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. એક વીડિયોમાં મોના પંજાબી ડાન્સ કરતી નજર આવી રહી છે. ગૌરવ અને મોના સુપરહિટ સીરિયલ જસ્સી જેસી કોઇ નહીં સાથે નજરે આવ્યા હતા. જેમાં મોના જસ્સીના નામે પ્રસિદ્ધ થઇ હતી. આ પહેલા મહેંદીની તસવીરો પણ વાયરલ થઇ હતી. ટીવી એક્ટર ગૌરવ ગેરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મોનાની મેંહદી સેરેમનીની ઇનસાઈડ તસવીરો શેર કરી હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા...)