મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉયને એક રૉડ અકસ્માત નડતા સહેજ બચી ગઇ હતી. મૌની રૉયે પોતાની સાથે ઘટેલી આ અકસ્માતની દૂર્ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક્ટ્રેસની કારને કઇ રીતે નુકશાન થયુ છે.


ખરેખર, એક્ટ્રેસ મૌની રૉય જુહુ સિગ્નલ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે એક મોટો પથ્થર ઉપરથી સીધો તેની કાર પર પડ્યો હતો. આનાથી કારનુ સન-રૂફ તુટી ગયુ હતુ. આ અકસ્માત બાદ એક્ટ્રેસે મુંબઇ મેટ્રૉ પર બેદરકારીપૂર્ણ કામ કરવાનો આરોપ લગાવ્યો છે.



એક્ટ્રેસે વીડિયો ટ્વીટ કરીને લખ્યુ કે, કામ પર જતી વખતે જુહુ સિગ્નલ પર મારી મર્સિડિઝ કાર પર 11મા માળ ઉંચેથી એક મોટો પથ્થર પડ્યો, વિચારો કે આની જગ્યાએ કોઇ રસ્તાં પર જઇ રહ્યું હોય તો તેનુ શુ થાત. કોઇની પાસે કોઇ જવાબ છે કે મુંબઇ મેટ્રૉની આ બેદરકારી માટે શું કરવુ જોઇએ?


ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ મૌની રૉય સવારે 11 વાગે પોતાની આગામી ફિલ્મ 'મેડ ઇન ચાઇના'ના ટ્રેલર લૉન્ચિંગ જઇ રહી હતી. ત્યારે જુહુ સિગ્નલ નજીક રુસ્તમજીની બિલ્ડિંગની પાસે આ દૂર્ઘટના ઘટી હતી.