નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તનું જીવન ઉતાર ચઢાવથી ભરેલ રહ્યું છે. જ્યારે સંજય પોતાના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને માન્યતા દત્તનો સાથ મળ્યો. તેના પરિવારજનો સહિત અનેક લોકો એવા હતા જે માન્યતા સાથે તેના સંબંધને લઈને ખુશ ન હતા. પરંતુ એક બીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસે બન્ને બોલિવૂડના મોસ્ટ લવિંગ કપલ્સમાંથી એક બનાવી દીધા છે. માન્યતા દત્ત પર્સનલ લાઈફથી અલગ પ્રોફેશનલ ફ્રન્ટ પર એક નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છે. તે એક પ્રોડ્યૂસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે.

સંજય દત્તની નવી ફિલ્મ પ્રસ્થાનમ શુક્રવારે રિલીઝ થઈ રહી છે, આ ફિલ્મથી માન્યતા, સંજય દત્ત પ્રોડક્શનના બેનર હેઠલ પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ 2010માં આ જ ટાઇટલ સાથે રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મની રીમેક છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં જેકી શ્રોફ, મનીષા કોઇરાલા, ચંકી પાંડે, અલી ફઝલ અને સત્યજીત દુબે જોવા મળશે.



માન્યતા દત્ત પહેલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બી ગ્રેડની ફિલ્મો કરવા માટે ઓળખાતી હતી. આ સ્વિવાય 2008માં આવેલ પ્રિયદર્શ્નની કોમેડી ફિલ્મ મેરે બાપ પહેલે આપમાં જોવા મળી હતી. તેણે એક્ટર નિમિત વૈશ્નવ સાથે લવર્સ લાઈક અસ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. માન્યતા સાથે લગ્ન કર્યા બાદ સંજય દત્તે એ ફિલ્મના રાઇટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા હતા.