નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન અને લાંબા સમયથી તેના પ્રેમી ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અર્ડર્ન અને ગેફોર્ડના એક પ્રવક્તાએ જણાવ્યું કે, કપલ ઈસ્ટરની રજા દરમિયાન લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા છે. તેમને એક દીકરી નીવ પણ છે.

પ્રવક્તાએ એ નથી જણાવ્યું કે, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે કે અને લગ્ન માટે પ્રપોઝ કોને કર્યું હતું. પ્રવક્તાએ જણાવ્યું કે હું આનાથી વધારે કહી શકું તેમ નથી તેમણે ઈસ્ટર ઉપર સગાઈ કરી લીધી છે.



અર્ડર્ને(38) ગયા વર્ષે જૂન મહિનામાં દીકરીને જન્મ આપ્યો હતો. તે પ્રધાનમંત્રી પદ ઉપર રહેતા બાળકને જન્મ આપવાવાળી બીજી પ્રધાનમંત્રી છે.

અર્ડર્ન અને ગ્રેફોર્ડે યૂએન સભામાં પોતાની 3 મહિનાની બાળકીને લઈ જઈને ઈતિહાસ રચી દીધો હતો. યૂએનમાં સપ્ટેમ્બર મહિનામાં નેલ્સન મંડેલા પીસ સમિટ યોજાઈ હતી. આ પગલા બાદ અર્ડર્ન અને તેમના સાથી પાર્ટનરની ઘણી જ પ્રસંશા થઈ હતી.



41 વર્ષીય ગ્રેફોર્ડે ટ્વીટ કર્યું હતું, કદાચ! મે યૂએનના મિટિંગ રૂમની અંદર બાળકીની નેપી બદલતા સમયે જાપાની પ્રતિનિધીમંડળના આશ્ચર્યજનક હાવ-ભાવના ફોટા પાડી લીધા હોત. અર્ડર્નની ઓળખ એક ઈનોવેટર તરીકેની છે. ગયા વર્ષે તે લગભગ 30 વર્ષના કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપવાવાળી પહેલી મહિલા નેતા બની હતી. તે ન્યૂઝીલેન્ડના 150 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી બની હતી.